કોઈ સાસરિયા આવું ના કરે! સસરાએ લાડલી વહુને આપી કિડનીને મરતાં બચાવી - Real Gujarat

કોઈ સાસરિયા આવું ના કરે! સસરાએ લાડલી વહુને આપી કિડનીને મરતાં બચાવી

તરાવડીનાં મોહન લાલ કાઠપાલ (65)એ પોતાની વહુ પ્રિયંકા કાઠપાલ (33)નો જીવ બચાવવા માટે પોતાની કિડની દાનમાં આપી દીધી. મોહાલીમાં ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થયું હતું. ડાયરેક્ટર ડો. રાકા કૌશલે જણાવ્યું હતું કે, મોટાભાગના કેસોમાં આપણે જોયું છે કે જ્યારે પ્રિયજનોને કિડની દાન કરવાની વાત આવે છે ત્યારે લોહી અને પ્રેમના બંધન તૂટી જાય છે, પરંતુ આ કિસ્સામાં મોહને તેની પુત્રવધૂને કિડની આપીને એક દાખલો બેસાડ્યો છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો.અવિનાશ શ્રીવાસ્તવે કહ્યું કે, ટ્રાન્સપ્લાન્ટ પછી તરત જ મોહનલાલ કાઠપાલે તેમની પુત્રવધૂની સ્થિતિ વિશે પૂછ્યું. પ્રિયંકાએ જણાવ્યું હતું કે અમારી લાઇફમાં બધું બરાબર ચાલી રહ્યુ હતુ. પ્રિ-મેચ્યોર બાળકના જન્મ પછી મુશ્કેલીઓ અને ચેપની સારવારમાંથી પસાર થવું પડ્યુ હતુ. જેના કારણે તેની કિડનીને નુકસાન થયું હતું. પ્રિયંકાએ કહ્યું કે, મારા સસરાના કારણે મારો બીજો જન્મ થયો છે.

પ્રિયંકાએ કહ્યુ, મને શરૂઆતથી જ વધારે કોમ્પ્લિકેશન હતા મને શ્વાસ લેવાતો ન હતો અને હું પુરી રીતે પ્લાઝમાં ઉપર જ હતી. ડોક્ટરોએ કહી દીધુ કે, આમને ઘરે ઈને જાવ અને ઘરેથી જ ડાયાલિસીસ કરાવો. પરંતુ ઘરે પણ મારી તબિયત બગડતી હતી, મને શ્વાસ લેવામાં તકલીફ રહેતી હતી. એક રાત્રે 1-2 વાગ્યે મને શ્વાસ લેવામાં તકલીફ થઈ તો એમ્બ્યુલન્સમાં કરનાલ હોસ્પિટલ લઈ જવામાં આવી.

ત્યારે ડોક્ટરોએ કહ્યુ કે, પાણી હાર્ટ ઉપર ભરાઈ જવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. અને મારી કિડની ટ્રાંસપ્લાન્ટ કરવી પડશે, પહેલાં મારા પતિ કીડની આપવા તૈયાર થયા હતા પરંતુ મારા બાળકો નાના હોવાને કારણે મે તેમની કિડની લેવાની ના પાડી હતી. પરંતુ બાદમાં મારા સસરાએ મને કિડની આપવાનું કહ્યુ હતુ અને તે બાદ અમે મોહાલી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી, અમારું બ્લડ ગ્રુપ એક હોવાને કારણે અને અમારા સેમ્પલ મેચ થવાને કારણે તેમણે મને કિડની આપી હતી. અને હું મારા સસરાની દિલથી આભારી છું. અને મારા સસરા જેવા સસરા દરેક વહુને મળે.

મોહનલાલે કહ્યુ, મે બાળકોને જોયા તો તેઓ ઘબરાયેલાં હતા. ત્યારે મે વિચાર્યુ મારે જ કિડની ડોનેટ કરવી જોઈએ, પરિવારમાં બાળકોને ખુશ રાખવા કંઈ પણ કરવું જોઈએ. જો ઘરમાં બાળકો ખુશ હોય તો અમે પણ ખુશ રહીએ. જ્યારે અમે હોસ્પિટલ ગયા ત્યારે ડોક્ટરોએ મને પણ ખુબ સમજાવ્યોકે, આ ઓપરેશન મોટું છે અને તેનાં કોઈ પણ પરિણામ આવી શકે છે.

પરંતુ હું કિડની ડોનેટ કરવા માટે મક્કમ હતો. અને મે કિડની ડોનેટ કરી. પ્રિયંકાએ કહ્યુ, ડોક્ટરોએ મને ભીડની વચ્ચે જવાની ના પાડી છે. બાળકો નાના છે તો એમને હું ઉઠાવી શકતી નથી કારણકે ઈંફેક્શન લાગી શકે છે. અને હવે હું બધુ જ ખાઈ શકુ છું, પહેલાં હું દિવસનું માત્ર 500 એમએલ પાણી જ પી શકતી હતી. હવે બધુ જ ખાઈ શકું છું તો ખુશ છું.

You cannot copy content of this page