તમે પણ બાથરૂમમાં ન્હાતા સમયે મોબાઈલ મૂકતા હો ચાર્જમાં તો ચેતી જજો

જો તમે પણ તમારો ફોન બાથરૂમમાં લઈ જાવ છો તો સાવધાન રહેવું પડશે. તમારી આ આદત જીવલેણ બની શકે છે. રશિયાનાં શહેર Arkhangelskથી એક એવાં જ સમાચાર સામે આવ્યા છે. અહીં, ઓલેસ્યા સેમેનોવા નામની 24 વર્ષીય યુવતીનો આઇફોન નહાતી વખતે બાથટબમાં પડી ગયો હતો. આ સમય દરમિયાન, તેનો પ્લગ ચાર્જિંગ સોકેટમાં લગાવેલો હતો. તેનાથી બાથટબમાં કરંટ લાગ્યો હતો અને યુવતીનું ત્યાં ઇલેક્ટ્રિક શોકના કારણે મોત નીપજ્યું હતું.

લેસ્યા સેમેનોવા કપડાની દુકાનમાં કામ કરતી હતી અને ચાર્જિંગ ફોન બાથટબમાં પડવાના કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઓલેસિયાની લાશ સૌ પ્રથમ તેની ફ્લેટમેટ ડારિયાએ જોઈ હતી. ડારિયાએ ઇમરજન્સી ઓપરેટરને કહ્યું કે, તેની હાલત જોઈને મારા મોઢામંથી ચીસ નીકળી ગઈ હતી. તેનો ચહેરો પીળો પડી પડી ગયો હતો અને તે શ્વાસ પણ લેતી ન હતી.

ડારીયાએ કહ્યું કે, જ્યારે મેં તેના ઓલેસ્યા સેમેનોવાને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને જોરથી આંચકો લાગ્યો. પરંતુ સેન્ડલ પહેરેલા હોવાને કારણે હું બચી ગઈ હતી. જ્યારે મેં ધ્યાનથી જોયું, ત્યારે ખબર પડી કે તેનો આઇફોન બાથટબમાં પડ્યો હતો. જ્યારે વાયર ચાલુ હાલતમાં ચાર્જિંગ પ્લગ પર હતો,જેમાંથી કરંટ બાથટબમાં ઉતર્યો હતો.

આ ઘટના પછી, રશિયાના ઇમરજન્સી મંત્રાલયે તેને એક દુર્ઘટના તરીકે વર્ણવતા ચેતવણી જારી કરી હતી અને કહ્યું હતું કે આ ખૂબ જ દુ: ખદ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પાણી અને ઇલેક્ટ્રિક ચીજોના એક સાથે સંપર્ક કરવાથી જોખમી પરિણામો આવે છે.

એવું જ કંઈક મોબાઈલ ઉપકરણો સાથે પણ થાય છે. જો તમે તમારા સ્માર્ટફોનને ડૂબાડશો, તો તે મોટે ભાગે ખરાબ થઈ જશે, પરંતુ જો આ સ્માર્ટફોન નેટવર્ક સાથે જોડાયેલ છે અને પછી પાણીમાં પડે છે, તો તમે જોઈ શકો છો કે તે કેટલું જોખમી હોઈ શકે છે. તેથી કૃપા કરીને આવી વસ્તુઓને ટાળો અને તમારી જાતને સુરક્ષિત રાખો.

જણાવી દઈએ કે, રશિયામાં જ, છેલ્લા કેટલાક વર્ષોમાં આવા ઘણા અકસ્માતો પ્રકાશમાં આવ્યા છે. આ વર્ષે ઓગસ્ટમાં, મોસ્કોમાં 15 વર્ષીય સ્કૂલની વિદ્યાર્થીની આના બાથટબમાં નહાતી હતી.

તેના બાથટબમાં ફોન પડી જવાનથી કરંટ લાગ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું, તો, મોસ્કોમાં જ, ગયા વર્ષે, 26 વર્ષીય પોકર સ્ટાર લીલીયા નોવીકોવાનું પણ બાથટબમાં મોબાઇલ ફોનથી ઇલેક્ટ્રિક કરંટ લાગ્યા પછી મૃત્યુ થયું હતું.