ઘરમાં જ પતિ પત્ની કરાવતા હતા આવું કામ, કઢંગી હાલતમાં પકડાયા 12 છોકરા-છોકરીઓ

ફતેહસિંહ કોલોનીના એક મકાનમાં ચાલી રહેલી વેશ્યાવૃત્તિના અડ્ડાનો ભાંડાફોડ કરી પોલીસે અડ્ડાનાં સંચાલિકા અને તેના પતિ સહિત 12 છોકરાઓ અને છોકરીઓની ધરપકડ કરી હતી.

કાજલ (કાલ્પનિક નામ) તેના પતિની સાથે મળીને ઘરમાં તમામ ઉંમરની યુવતીઓને બોલાવી દેહવેપારનો ધંધા કરાવતી હતી, તમામ આરોપીઓ વિરુદ્ધ ઈમમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ કેસ નોંધીને માનનીય કોર્ટના નિર્દેશો પર તપાસ માટે રિમાન્ડ મેળવ્યા હતા.

એ.સી.પી. સેન્ટ્રલમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, થાણા ગેટ હકીમાના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સુખબીરસિંહને સૂચના મળી હતી કે કાજલ તેના ઘરે દેહવેપારનો ધંધો કરી રહી છે જ્યાં આવતા છોકરાઓને તમામ ઉંમરની છોકરીઓ ઓફર કરવામાં આવે છે, જેના આધારે આજે ઘેરાબંધી કરીને અડ્ડાને ઉઘાડું પાડવામાં આવ્યુ હતુ.

તેમણે જણાવ્યું કે, કાજલ તેના પતિ વિકાસ કુમાર સાથે મળીને ધંધો કરતી હતી. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે, તે શહેરના શ્રીમંત નબીરાઓને છોકરીઓ પણ સપ્લાય કરતી હતી.

પોલીસ તેમની સાથે સંકળાયેલા દરેક વ્યક્તિની ઓળખ કરી રહી છે જેઓ આ અડ્ડા પર આવતા-જતા હતા.