સસરાએ વહુને હેલિકોપ્ટરમાં બેસાડી કર્યું સ્વાગત, ગામ લોકો કહેવા લાગ્યા કે આવું સાસરીયું સૌને મળે!

રાજસ્થાનના ભરતપુરમાં એક દુલ્હનની વિદાય ચર્ચાનો વિષય બની છે. ભરતપુરના ગામ છતરપુરના લોકો માટે કદાચ આ પહેલી વાર હતું, જ્યારે ગામની દીકરી હેલિકોપ્ટરથી દૂર તેના સાસરીયા જઇ રહી હતી. હેલિકોપ્ટરથી વિદાયની ઈચ્છા કન્યાના સસરાએ પુરી કરી હતી. પાંચ લાખ રૂપિયા ખર્ચ કર્યા બાદ હેલિકોપ્ટર મંગાવ્યુ હતુ.

ભરતપુર કરૌલીના બિડગમા ગામમાં રહેતા પીડબ્લ્યુડી કોન્ટ્રાક્ટરના પુત્ર નરેન્દ્રસિંહના લગ્ન છતરપુરની એક યુવતી સાથે નક્કી થયાં હતાં. નરેન્દ્રસિંહ જાન લઈને છતરપુર પહોંચ્યા હતા. ગુરુવારે સવારે વિદાય લેવાની હતી, દુલ્હનની ઇચ્છા હતી કે તેની વિદાય હેલિકોપ્ટરથી થાય. જ્યારે સસરાને પુત્રવધૂની આ ઇચ્છા વિશે જાણ થઈ ત્યારે તેણે કન્યાને સરપ્રાઈઝ આપવા માટે એક મોટી યોજના તૈયાર કરી હતી.

વિદાયની વિધિ ચાલી રહી હતી. તે સમયે, એક હેલિકોપ્ટર છતરપુરના આકાશ ઉપર ઉડતું દેખાયુ હતુ. જ્યારે ગામમાં એક જગ્યાએ બનાવવામાં આવેલા હેલિપેડ પર હેલિકોપ્ટરનું લેન્ડિગ થયું હતું, ત્યારે ગામલોકોના ટોળા ઉમટ્યા હતા. તો, જ્યારે કન્યાને તેના સસરાની આ ભેટ વિશે ખબર પડી, તો તેની ખુશીનું ઠેકાણુ ન હતુ. ગામલોકો હેલિકોપ્ટર જોઇને ઉત્સાહિત થયા હતા.

લગ્નની બધી વિધિ પૂર્ણ થયા પછી, વરરાજા કન્યાને લઈને હેલિકોપ્ટરથી તેના ગામ બિડગમા જવા માટે રવાના થયો. તો, હેલિકોપ્ટરથી આવતી કન્યાને જોવા માટે વરરાજાના ગામમાં ગામલોકોનું ટોળું પહેલેથી જ એકઠું થવા લાગ્યું હતું.

બિડગામા ગામે હેલિકોપ્ટર ઉતરતાની સાથે જ, પરિવારનાં લોકો જ્યાં દુલ્હન અને વરરાજાને આવકારવામાં વ્યસ્ત હતા, તો ગ્રામજનો હેલિકોપ્ટરને જોવામાં વ્યસ્ત દેખાયા.

પરિવારના સભ્યોએ જણાવ્યું કે, હેલિકોપ્ટરમાં વિદાય આપવા માટે પાંચ લાખનો ખર્ચ થયો છે. કન્યાની ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે, તેણીના સસરાએ આપેલી આ ખાસ ભેટ હતી.