શિખર ધવને ગંગા મૈયાના ચરણોમાં ઝૂકાવ્યું શીશ, માસ્ક ને શાલમાં છુપાવ્યો ચહેરો - Real Gujarat

શિખર ધવને ગંગા મૈયાના ચરણોમાં ઝૂકાવ્યું શીશ, માસ્ક ને શાલમાં છુપાવ્યો ચહેરો

ટીમ ઈન્ડિયાના ખેલાડી શિખર ધવન બુધવારે સાંજે દશાશ્વમેઘ ઘાટ પર ગંગા-આરતીમાં સામેલ થયો હતો. આ દરમિયાન ધવને પોતાનો ચહેરો માસ્ક અને શાલથી ઢાકી રાખ્યો હતો જેના કારણે તેને કોઈ ઓળખી શક્યું નહીં. પરંતુ આ બધાંની વચ્ચે ઘણાં લોકો ધવનની બેસવાની સ્ટાઈલથી ઓળખી ગયા હતાં અને બૂમાબૂમ કરી મુકી હતી. બુધવારે શિખર ધવને બાબા વિશ્વનાથ મંદિરમાં દર્શન પૂજન કર્યાં બાદ અનુષ્ઠાન કર્યું હતું ત્યાર બાદ ગંગા સેવા નિધિની આરતીમાં સામેલ થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે, ધવન ગુરૂવારે એટલે આજે બપોરે તે બાબતપુર એરપોર્ટથી પરત પોતાના ઘરે જશે.

આ પહેલા શિખર ધવન મંગળવારે મોડી રાતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ભારતની જીત થયા બાદ ઓમકારા સોંગ પર ડાન્સ અને ઠુમકા લગાવ્યા હતાં અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. આ નજારો ગંગા કિનારાની કોઈ હોટલની છતનો હતો. તે સમયે ધવન ડિનરની સાથે ગીત અને સંગીતમાં ખોવાયેલો જોવા મળ્યો હતો.

ધવન મુંબઈથી બનારસ ફક્ત ફરવા અને દર્શન કરવા માટે આવ્યો હતો. તેણે બે દિવસ કાશીમાં રાત્રિ રોકાણ કર્યું હતું જેમાં તેણે કાશીની ગલીઓમાં મજા માણી હતી. ધવન મંગળવારે રાતે બાબા કાલ ભૈરવ અને કાશી વિશ્વનાથ મંદિરમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની ઐતિહાસિક જીત બાદ માથું ટેકવા પહોંચ્યો હતો.

પુજારી રોહિતે જણાવ્યું હતું કે, ભૈરવાષ્ટક સહિત અન્ય મંત્રોચ્ચારની સાથે શિખર ધવને ટીમ ઈન્ડિયાની જીતના રથને આગળ પણ ચાલુ રહે તે માટે પૂજા કરી હતી અને ટીમ ઈન્ડિયા માટે પ્રાર્થના કરી હતી.

You cannot copy content of this page