ભારત કેમ મહાન છે? આ વાંચીને પડશે ખબર, આ વ્યક્તિએ કરી એવી ઓફર કે આંખો પણ થશે પહોળી

પ્રયાગરાજ, યુપીઃ કોરોના વાયરસને લઈને લોકો ગભરાયેલાં છે પરંતુ હાલનાં સમયમાં એવાં પણ લોકો છે, જે પ્રેરણા બનીને ઉભા રહ્યા છે. તેમાં સૌથી પહેલું નામ પ્રયાગરાજ નિવાસી હરકીરત સિંહનું છે. તેમણે જીવલેણ વાયરસની સારવાર શોધવા માટે પોતાનું શરીર દાન કરવાની જાહેરાત કરી છે. તેમણે આ સંબંધમાં સાંસદ, ધારાસભ્ય, મુખ્ય સચિવ, જીલ્લાધિકારી, મિશન નિર્દેશકને પત્ર પણ મોકલ્યો છે. 44 વર્ષનાં હરકીરત સિંહ રાષ્ટ્રીય યુવા પુરસ્કાર માટે ભારત સરકાર તરફથી સન્માતિત કરવામાં આવ્યા છે. તેઓ વર્તમાનમાં પ્રયાગરાજમાં પોતાના ગામમાં પોતાના પિતા અને ભાઈની સાથે રહે છે.

પત્રમાં લખી છે આ વાતોઃ પત્રમાં હરકીરતે લખ્યુ છે કે વાયરસ કોવિડ-19 એટલે કે, કોરોનાનો પ્રકોપ આખી દુનિયામાં છે. પ્રત્યેક દિવસે લાખો લોકો આ મહામારીની ઝપેટમાં આવી રહ્યાં છે અને હજારો લોકો કમોતે મરી રહ્યા છે. આવામાં દેશનાં નાગરિક હોવાને કારણે રાષ્ટ્રહિતમાં સરકારને આશ્વસત કરે છે કે જો વાયરસ કોવિડ-19 મહામારીના વેક્સિન પરીક્ષણ તેમજ શોધ માટે માનવ શરીરની જરૂર પડે તો તે પોતાનું શરીર સમર્પિત કરવાની સહમતિ આપે છે. પત્રનાં અંતમાં તેમણે લખ્યુ છે કે, ‘ દેહ શિવા બર મોહે ઈહે, શુભ કરમન તે કભું ન ટરું’.

માનવ પરીક્ષણ કર્યા બાદ જ નવી રસી સંભવઃ હરકીરતે જણાવ્યુ છે કે, તે સત્ય છે કે, ભારત સહિત ઘણા દેશોમાં આ બીમારીના ઈલાજ માટે સતત શોધ કરવામાં આવી રહી છે. આ કાર્યમાં સહયોગ માટે તે પોતાનું નાનું યોગદાન આપવા માંગે છે. કોરોના ભવિષ્યમાં આખા વિશ્વમાં કેટલા ઘરોનો વિનાશ કરશે, તેનો કોઈ અંદાજ લગાવવો મુશ્કેલ છે.

તેમણે કહ્યુ હતું કે માનવ પરીક્ષણથી પસાર થયા બાદ નવી રસી સંભવ છે. તે પહેલી વ્યક્તિ બનવા તૈયાર છે. માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં જ્યા પણ જરૂર હોય ત્યાં તેની પર પરીક્ષણ કરી શકાય છે.

ભારત સરકારથી સન્માનિત છે હરકીરતઃ હરકીરત સિંહ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનમાં લખીમપુરમાં જિલ્લા સમુદાય પ્રક્રિયા મેનેજર તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. સાથે જ રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ભારત સરકાર તરફથી પુરસ્કૃત પણ કરવામાં આવ્યા છે.