કોરોના સામે લડવા લેડી ડોક્ટરે કર્યો દેસી જુગાડ, ચારેબાજુ થઈ રહ્યાં છે વખાણ

પટનાઃ કોરોના વાયરસથી આખી દુનિયામાં ભય ફેલાયેલો છે. દરેક લોકો તેનાંથી ડરેલાં છે. અને પોતાના ઘરોમાં કેદ છે. આ મહામારીથી લોકોને બચાવવા માટે ડોક્ટરો અને નર્સો પોતે જોખમ ઉઠાવીને 24 કલાક દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેઓ છેલ્લાં કેટલાંક દિવસોથી પોતાના ઘરે ગયા નથી. દરરોજ એટલાં મામલા સામે આવે છે કે, ડોક્ટરોની પાસે પ્રોટેક્શન કિટ ઘટી રહી છે. પરંતુ તેમ છતાં ડોક્ટરો પ્રોટેક્શન કિટની અછત છતાં જુગાડ કરીને કામ કરી રહ્યા છે. એવામાં એક મામલો બિહારથી સામે આવ્યો છે. જ્યાં એક નર્સે જુગાડ કિટ બનાવી છે.

વાસ્તવમાં ભાગલપુરની લેડી ડોક્ટર ગીતા રાનીએ જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલ તંત્ર પાસે વારંવાર પ્રોટેક્શન કિટની માંગ કરી હતી. પરંતુ જ્યારે તેની વ્યવસ્થા થઈ શકી નહોતી. અલબત્ત, લેડી ડોક્ટરે પોતાનો જુસ્સો ખોયો નહી. ત્યારબાદ તેણે પોતાની કારના સીટ કવરથી પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ કિટ તૈયાર કરાવી છે.

ડોક્ટર ગીતાએ જણાવ્યુ કે, તેણે ભાગલપુરનાં દરજી સૌકત ટેલર માસ્ટરને યૂ-ટ્યુબ પર સુરક્ષા કિટ દેખાડી હતી. ત્યારબાદ દરજીને કારનાં કવરમાંથી એવી જ કિટ તૈયાર કરવા માટે કહ્યુ હતુ. આ કિટ પુરી રીતે સુરક્ષિત કોરોનાથી બચવા માટે સક્ષમ છે. તેને ધોયાબાદ ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે.

ડોક્ટર ગીતા રાનીએ ઈમેઈલ દ્વારા આ કિટની જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારને આપી છે. ડોક્ટરે લખ્યુ છે કે, આપણે આ પ્રકારે સસ્તી અને સારી કિટ તૈયાર કરી શકીએ છીએ.

ડોક્ટરે લોકોને છત્રીનો ઉપયોગ કરવાનો આઈડિયા પણ આપ્યો છે. તેનું કહેવાનું છે કે, લોકડાઉનમાં લોકો ઘરમાં જ રહે, પરંતુ જો જરૂરી કામથી બહાર નીકળવું પડે તો પોતાની સાથે છત્રી લઈને જ નીકળે જેથી 3 મીટરનું અંતર જાતે જ જળવાઈ જશે.

કિટ બનાવ્યા બાદ લેડી ડોક્ટરે પોતાના ડોક્ટર પતિ ડોક્ટર સચિન કુમારની સાથે મળીને પોતાના તથા પતિ માટે કિટ તૈયાર કરાવી હતી. બંને આ કીટ પહેરીને બંને કોરોનાની સામે જંગમાં ડ્યૂટીમાં જાય છે.