કોરોનાવાઈરસમાં માણસ ટપોટપ મરી રહ્યાં છે, લાશોના અંતિમ સંસ્કારની ઊભી થઈ ગંભીર સમસ્યા

લંડનઃ કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. દુનિયાભરનાં લગભગ 200 દેશોનાં લાખો લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. મોતનો આંકાડો લગભગ એક લાખને સ્પર્શવા આવ્યો છે. યુરોપનાં બધા જ દેશોમાં કોરોના વાયરસને કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. બ્રિટનમાં કોરોનાનો ફેલાવો બહુ જ ઝડપથી વધી રહ્યો છે.


બ્રિટનનાં ઓક્સફોર્ડશાયર કાઉન્ટીમાં કોરોનાનું ભયાનક રૂપ જોવા મળ્યુ છે. ત્યાં અત્યાર સુધીમાં 5000 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જેમ-જેમ મોતની સંખ્યા વધી રહી છે. તેમ તેમ લાશોના અંતિમ સંસ્કાર કરવાની ગંભીર સમસ્યા ઉભી થઈ રહી છે. ઓક્સફોર્ડશાયર કાઉન્ટીમાં તેના માટે મિલિટ્રીને કામે લગાવવામાં આવી છે. ઓક્સફોર્ડશાયર કાઉન્ટી કાઉન્સિલે લાશોને રાખવા માટે ટેમ્પરરી મૉર્ચરી એરફોર્સનું બેસ તૈયાર કર્યુ છે. અપર હેફોર્ડ સ્થિત રૉયલ એરફોર્સનાં બે હેંગરોનો તેના માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યાં મિલિટ્રીની ટ્રકો ભરાઈને લાશો આવી રહી છે.


ઈંગ્લેન્ડમાં અત્યાર સુધીમાં 50,000 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ત્યાંનાં હેલ્થ એક્સપર્ટસ અને ડોક્ટરોનું કહેવું છે કે, જો કોરોના ઉપર કાબૂ કરવામાં નહીં આવે તો મૃતકોનો આંકડો જલ્દીથી 15,000ને પાર કરી શકે છે. ઈંગ્લેન્ડનાં પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જૉનસન અને હેલ્થ મિનિસ્ટરના રિપોર્ટ પણ કોરોના પોઝીટીવ આવ્યા છે. આખા દેશમાં ત્રણ મહિના માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ફોટામાં જોઈ શકાય છે કે, બ્રિટનની કેવી હાલત થઈ ગઈ છે.


અપર હેફોર્ડ સ્થિત રૉયલ એરફોર્સનાં બે હેંગરોનો કોરોનાથી મરી રહેલાં લોકોની લાશો રાખવા માટે ઉપયોગ કરાઈ રહ્યો છે.
આ પણ રૉયલ એરફોર્સનું હેંગર છે. અહીં સેનાં ફાઈટર પ્લેન રાખવામાં આવે છે. હવે અહીં કોરોનાથી મરતા લોકોની લાશો લાવવામાં આવી રહી છે.


કોરોના સંક્રિમત દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની લાઈનો લાગે છે. કોરોનાને ફેલાતો રોકવા માટે શરૂઆતનાં સમયમાં સાવધાની રાખવી પડે છે. જ્યારે તે ત્રીજાથી ચોથા સ્ટેજમાં પહોંચે છે તો મોટી માત્રા વિનાશ વ્હોરે છે. ઈંગ્લેન્ડમાં જ્યારે સ્થિતિ કાબૂમાંથી બહાર જવા લાગી ત્યારે સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી.


ઈંગ્લેન્ડમાં હવે પુરી રીતે લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. આ ફોટો પહેલાંનો છે જ્યારે એક બાળક એકલો સ્કૂલેથી પાછો ફરી રહ્યો હતો.


કોરોના ફેલાવાનાં શરૂઆતનાં સમયમાં જ લોકોએ સાવધાની રાખતાં બહાર નીકળવાનું ઓછું કરી દીધુ છે. લંડન મેટ્રોમાં એકલી દેખાતી એક મહિલા, હવે તો કોઈનું પણ ઘરમાંથી બહાર નીકળવાનું પણ સંભવ નથી.


આખું બ્રિટન કોરોનાનાં કહેરમાં આવી ગયુ છે. આ સંકટમાંથી બહાર આવવું ફક્ત બ્રિટન માટે જ નહી, આખી દુનિયા માટે મોટો પડકાર બની ગયો છે. જ્યારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ નહોતુ. ત્યારે પણ કોરોનાને કારણે રસ્તાઓ ઉપર સન્નાટો છવાયેલો રહેતો હતો. લંડનની એક સુમસામ રસ્તા પર પસાર થઈ રહેલી એકલી મહિલા.

ઈંગ્લેન્ડની રાજધાની લંડનમાં સન્નાટો છવાયેલો છે. આ ફોટો દર્શાવે છે કે, કોરોનાનો ભય એવો છે કે, લોકો પોતાના ઘરની બહાર જોઈ પણ નથી રહ્યા.