સફાઈ કામદારના ઘરની બહાર જમીન પર બેસીને આ મંત્રીએ માગ્યું ભોજન

પોતાની અનોખી શૈલીને લઈને સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવનાર મધ્યપ્રદેશના મંત્રી પ્રદ્યુમનસિંહ તોમર ફરી એકવાર ચર્ચામાં છે. જ્યાં મંત્રી તેમના વિધાનસભા મત વિસ્તારના સફાઈ કામદારના દરવાજે બેઠા બેઠા ભોજન લેતા જોવા મળ્યા હતા.

સામાન્ય માણસોની જેમ મંત્રીજી જ્યારે જમીન પર બેસી ગયા
વાસ્તવમાં મંત્રી પ્રદ્યુમનસિંહ તોમર ગ્વાલિયર સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. શનિવારે સવારે તેઓ પોતાની એસેમ્બલીના વોર્ડ 15 ના શ્રી કૃષ્ણ નગર પહોંચ્યા હતા. જ્યાં તેઓ લોકોનાં હાલચાલ પુછીને જમીન પર બેસી ગયા. ત્યારે, કેટલાક લોકો તો સમજી પણ શક્યા નહીં કે તેઓ મંત્રી છે કે સામાન્ય માણસ.

મંત્રીજીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ સફાઇ કામદાર મહિલા
લોકોને મળતા-મળતાં મંત્રી પ્રદ્યુમનસિંહ તોમર વાલ્મીકી સમાજના શ્યામવીર વાલ્મીકીની વિધવાનાં ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેણે પૂછ્યું કે, દીદી હું સવારથી જનસંપર્કમાં નીકળ્યો છું, ખૂબ ભૂખ્યો છું, કંઈક ખાવાનું મળશે.

મંત્રીજીની આ સાંભળીને સફાઈ મહિલા કર્મી ચોંકી ગઈ હતી. પરંતુ તોમારે ફરીથી કહ્યું, “દીદી મને કંઇક તો ખવડાવી દો.” પછી શું હતું તે અંદર ગઈ અને થાળી પરોસીને સાથે લઈ આવી. પ્રધાને પણ સામાન્ય માણસની જેમ તેમના દરવાજે જમીન પર બેસીને જમવાનું ચાલુ રાખ્યુ હતું.

ક્ષણભરમાં મહિલાનું દુખ દૂર કર્યુ
ખાવાનું ખાધા પછી મંત્રી તોમારે પૂછ્યું, દીદી તમને પેન્શન મળે છે કે નહીં, જેના જવાબમાં મહિલાએ ના પાડી. આ પછી, મંત્રીએ તાત્કાલિક સ્થળ પર અધિકારીઓને બોલાવ્યા અને વૃદ્ધ મહિલાનું પેન્શન શરૂ કરાવ્યુ.

જણાવી દઈએ કે મંત્રી તોમર આ પહેલા પણ ઘણી વખત આશ્ચર્યજનક નિરીક્ષણ માટે તેમના વિસ્તારમાં જતા જોવા મળ્યા છે. જેના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થાય છે.