લગ્નમાં છેલ્લીવાર પ્રેમીને જોઈને દુલ્હનથી ના રહેવાયું અને જાહેરમાં જ કર્યું આ કામ

એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં દુલ્હન તેના પતિને છેલ્લી વખત તેના પૂર્વ બોયફ્રેન્ડને ગળે લગાડવા માટે પરવાનગી માંગી રહી છે. સંમતિ મળ્યા પછી, દુલ્હન તેના પૂર્વ બોયફ્રેન્ડને વરરાજાની સામે ગળે લગાવે છે. આ દરમિયાન વરરાજા હસતા જોવા મળે છે. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, વરરાજો પીડાઈ રહ્યો છે અને તેનું હાસ્યથી પોતાની પીડા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો રહ્યો છે.

આ વિડિઓ ટિકટોક યુઝર @mayangkumay દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. પરંતુ આ વિડિઓને અન્ય લોકો દ્વારા પછીથી ફેસબુક – ટ્વિટર પર પણ શેર કરવામાં આવ્યો છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે વરરાજા ‘આના કરતા વધારે’ ડિસર્વ કરે છે.

લગ્નના રિસેપ્શન દરમિયાન,એક્સ બોયફ્રેન્ડને ગળે લગાવતી દુલ્હનનો આ વીડિયો મલેશિયાનો હોવાનો કહેવામાં આવી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં 55 લાખથી વધુ લોકો વીડિયો જોઇ ચૂક્યા છે.

વીડિયોમાં દુલ્હો-દુલ્હન મહેમાનોનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે. આ મહેમાનોમાં દુલ્હનનો એક્સ બોયફ્રેન્ડ પણ શામેલ છે. એક્સ બોયફ્રેન્ડ કપલની પાસે પહોંચે છે અને કન્યા સાથે હાથ મિલાવે છે. પણ કન્યા કંઈક બીજું જ વિચારી રહી હતી. કન્યા અચાનક વરરાજા તરફ ફરે છે અને તેને પૂછે છે કે શું હું તેને એક છેલ્લી વાર ગળે લગાવી શકું છું.

આ પછી, દુલ્હનનો એક્સ બોયફ્રેન્ડ પણ વરરાજા સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ વરરાજા પણ તેને ભેટી પડે છે. વીડિયોમાં વરરાજા હસતા જોવા મળે છે. પરંતુ સોશિયલ મીડિયા પર મોટાભાગના યુઝર્સનું કહેવું છે કે વરરાજો દુખી થયો હતો.

એક સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું છે – દુલ્હન તેના પૂર્વ બોયફ્રેન્ડને ગળે લગાવતાની સાથે જ વરરાજો જમીન તરફ જોવા લાગે છે. વરરાજાના પરિવારજનો શું વિચારતા હશે? બીજા યુઝર્સે લખ્યું – તમારો ચહેરો જૂઠુ નથી બોલતો, આ દુ:ખદ છે, પરંતુ કોઈ વાંધો નથી. બીજા યુઝર્સેએ લખ્યું કે, ચલો કમસેકમ, દુલ્હને પહેલાં પરમિશન તો માંગી.