બસમાં દારૂની બોટલ લાવતાં પહેલાં ચેતજો! દમણથી આવતી બસમાં સવાર મુસાફરો પાસેથી મળી ઢગલાબંધ બોટલો

વલસાડ જિલ્લામાં એક બસ ડ્રાઈવર, ક્લીનર સહિત બસમાં બેઠેલા બધાં જ મુસાફરો દારૂના જથ્થા સાથે ઝડપાયા હતા. સમગ્ર વલસાડમાં આ ઘટના ચર્ચાનો વિષય બની હતી. વલસાડ જિલ્લાની પારડી પોલીસે આખે આખી બસ દારૂના જથ્થા સાથે પકડી પાડી હતી. પારડી પોલીસ ગુજરાત અને દમણ બોર્ડર પર આવેલી ચેકપોસ્ટ પર અવર-જવર કરી રહેલા દરેક વાહનો ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન દમણમાંથી ગુજરાતમાં એન્ટર થઈ રહેલી એક લક્ઝરી બસને પારડી પોલીસે ઉભી રખાઈ હતી અને બસમાં ડ્રાઈવર, ક્લીનર સહિત મુસાફરોના માલ-સામન સહિતની તપાસ કરી હતી જેમાંથી પોલીસને દારૂનો જથ્થો મળ્યો હતો આ જોઈને પોલીસ પણ બે ઘડી તો સ્તબ્ધ થઈ ગઈ હતી.

બસ રોકીને અંદર બેઠેલા મુસાફરોના સામાનની તપાસ કરતાં તેમના થેલાઓમાંથી પોલીસને વિદેશી દારૂની બોટલો મળી હતી. ત્યાર બાદ પારડી પોલીસ આખે આખી બસને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. ત્યારબાદ તેમની વિરુદ્ધ કાયજેસરની કાર્યવાહી કરી હતી. આ ઘટના વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, બસમાં સવાર તમામ મુસાફરો સુરત જિલ્લાના બારડોલી અને ઓલપાડ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું હતું. આ દારૂના શોખીનો આખી બસ ભાડે કરીને ખાવા-પીવા અને મોજ મસ્તી કરવા માટે દમણ પહોંચ્યા હતાં જ્યાં તેઓએ દમણમાં મોજ-મસ્તી અને દારૂની મજા માણી પરત ફર્યા હતા.

ત્યાર બાદ ગુજરાત અને દમણ બોર્ડર પરની ચેકપોસ્ટ પર બસને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી જ્યાં પોલીસે તપાસ કરતાં તમામ મુસાફરોના માલ-સામાનમાંથી દારૂની બોટલો મળી આવી હતી જે જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.

પોલીસે આ ખાનગી બસના ચાલક અને ક્લિનરને સહિત બસમાં બેઠેલા તમામ મુસાફરો સહિત 43 વ્યક્તિઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ તમામની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બસના ચાલક અને ક્લિનરને સહીત તમામ મુસાફરો પાસેથી આંદાજે 92,777 રૂપિયાની કિંમતની 363 જેટલી બોટલનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. પારડી પોલીસે વિદેશી દારૂ અને બસ મળી અંદાજે 21 લાખથી વધુની કિંમતના મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહત્વપૂર્ણ છે કે, વર્તમાન સમયમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન કરવું જરૂરી હોવાથી પારડી પોલીસે આ તમામના રિપોર્ટ સહિતની કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે તેમની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પારડી પોલીસે પાર્ટીના શોખીન સુરતીઓ જે બસ ભાડે કરી દમણ ગયા હતા ત્યાં પાર્ટી કર્યાં બાદ પરત ફર્યાં બાદ બસનો ચાલક અને ક્લિનર સહિત તમામ મુસાફરો દારૂની બોટલો પણ દમણમાંથી લઈ અને બસમાં સવાર થયા હતા.