દીકરાનું કારમું મોત, વિધવા વહુની ઉદાસી સસરાથી ના જોવાઈ ને કરાવ્યું બીજા લગ્ન

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાંથી એક અનોખા સમાચાર સામે આવ્યા હતા, જેના વિશે વાંચીને તમે થોડા સમય માટે આશ્ચર્યચકિત થઈ જશો. તમે ઘણીવાર તમે સાંભળ્યુ હશે કે, સાસુ-સસરા તેમની વહુને ત્રાસ આપતા હશે, પરેશાન કરીને તેની સાથે ખરાબ વ્યવહાર કરતાં હશે, પરંતુ ગારિયાબંદ જીલ્લાનાં ભેજીપદર ગામમાં સસરાએ સમાજ માટે એક નવું ઉદાહરણ રજૂ કર્યુ હતુ. પોતાની વિધવા વહુને પુત્રીની જેમ રાખીને તેના ફરીથી લગ્ન કરાવ્યા હતા. સસરાની સાથે પિતા બનીને કેશર રામ સિન્હાએ પુત્રીનાં વિવાહની બધી જ વિધિઓ વિધિવિધાનની સાથે પુરી કરી હતી. કેશરરામે પુત્રવધુનાં લગ્ન 2019માં કરાવ્યા હતા.

કલાર સમાજના કેશરરામ સિંહાએ વિધવા પુત્રવધૂનાં લગ્ન કરાવીને દીકરીની જેમ વિદાય આપી હતી. પુત્રવધૂને 5 વર્ષનો પુત્ર પણ હતો. સામાજિક અધિકારીઓની પહેલથી તેમની પુત્રવધુનાં નિર્જન જીવનમાં બહાર લવાઈ હતી. બુધવારે ભેજીપદરમાં રહેતા કેસરસિંહાએ તેમની 30 વર્ષીય વિધવા પુત્રવધૂ લક્ષ્મીના લગ્ન કાંકરના સરોણામાં રહેતા ચિત્રસેન સિંહા સાથે લગ્ન કર્યાં હતા. લગ્ન હિન્દુ રિવાજ દ્વારા પરિવાર અને સમગ્ર સામાજિક લોકોની હાજરીમાં ખૂબ ધામધૂમથી કરાયા હતા.

પુનર્વિવાહનાં આ અનોખી પહેલની આખા પ્રદેશમાં પ્રશંસા થઈ રહી હતી. સમાજના પદાધિકારીઓએ માણસાઈ દેખાડતા વિધવા વિવાહ જેવી મહત્વપૂર્ણ સામાજીક પ્રક્રિયાને ગ્રીન સિગ્નલ આપીને સામાજીક ચિંતાની જવાબદારી ઉપાડી લીધી હતી. પુત્રવધુને સસરા કેસર અને તેની સાસુએ પુત્રીની જેમ વિદાય આપી હતી. આ પ્રસંગે, દરેકની આંખોમાં આંસુઓ છલકાયા હતા.

જો કે બીજુ પાસું એ પણ છે કે, જે વ્યક્તિનાં કેસરની વહુ સાથે લગ્ન થયા હતા, તેમની પહેલી પત્ની લકવાને કારણે પથારીવશ હતી અને તેને પણ 12 વર્ષની પુત્રી હતી. લગ્ન સમારોહમાં સામેલ થયેલાં સમાજનાં પ્રમુખ પુનિત સિંહા, તુલેશ્વર સિંહા, વિજય, ભોજરાજ, પુરાણ, દિલીપ, ખેમરાજ સહિતના લોકોએ ઉજ્જવળ ભાવિ માટે આશીર્વાદ આપ્યા હતા અને આનંદદાયક વાતાવરણ વચ્ચે વિદાયની શુભેચ્છા પાઠવી હતી.