ટીમ ઈન્ડિયાના આ કાઠીયાવાડી ખેલાડીના પરિવારની ભાગ્યે જ જોઈ હશે આ તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમમાં રાહુલ દ્રવિડ બાદ ‘ધ વોલ’ નો ખિતાબ મેળવનાર ચેતેશ્વર પૂજારા સોમવાર, 25 જાન્યુઆરીએ તેમનો 33મો જન્મદિવસ મનાવી રહ્યો હતો. આ જન્મદિવસ હજી વધુ વિશેષ છે, કારણ કે તાજેતરમાં જ તેણે ઓસ્ટ્રેલિયા સામેની ઐતિહાસિક જીતમાં તેના બેટથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેની શ્રેષ્ઠ રમત જોઈને તે ભારતીય ટીમમાં ‘મિસ્ટર ભરોસેમંદ’ અને ‘નવી વોલ’ તરીકે જાણીતો બન્યો. ટીમમાં વિશ્વસનીય હોવા ઉપરાંત, પૂજારા અંગત જીવનમાં પણ ‘મિસ્ટર ભરોસેમંદ’ છે. તેને ખૂબ જ પ્રેમાળ પુત્રી છે અને તેની પત્ની પૂજા પણ ખૂબ જ સુંદર છે. ચાલો આજે તમને તેના જન્મદિવસ પર પૂજા અને પૂજારાની ક્યૂટ ફેમિલીનો પરિચય કરાવીએ.

25 જુલાઈ 1988ના રોજ ગુજરાતના રાજકોટમાં જન્મેલા ચેતેશ્વર પૂજારા ભારતીય ટીમમાં એક મહત્વપૂર્ણ ખેલાડી બની રહ્યા છે. તાજેતરમાં તેના પર્ફોર્મન્સથી બધાના હૃદય અને દિમાગમાં સ્થાન બન્યું છે.

ભારત-ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજાઓ બાદ પણ પૂજારાએ સિડની અને બ્રિસ્બેનમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી. સિડની ટેસ્ટમાં પૂજારાએ 50 અને 77 રન બનાવ્યા હતા જ્યારે બ્રિસ્બેનની અંતિમ ટેસ્ટ મેચમાં તેણે બીજી ઇનિંગમાં 56 રન બનાવી વિજયમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

જ્યારે મેચ દરમિયાન પૂજારાને ઈજા થઈ હતી, ત્યારે તેની 2 વર્ષની પુત્રીએ તેનો અનોખી રીતે તેનો ઈલાજ કરવાની વાત કરી હતી. તેની પુત્રીએ કહ્યું, “જ્યારે પિતા ઘરે આવશે, ત્યારે હું તેમને ત્યાં-ત્યાં કિસ કરીશ જ્યાં તેમને ઈજા થઈ છે,તેઓ સાજા થઈ જશે.”

જણાવી દઈએ કે, ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ મેચ દરમિયાન ઓછામાં ઓછા અડધો ડઝન બોલ વાગ્યા હતા. તે પછી પણ તેણે ઓછામાં ઓછા પાંચ કલાક બેટિંગ કરી હતી.

ચેતેશ્વર પૂજારાના પિતા અરવિંદ પૂજારા અને તેના કાકા બિપિન પૂજારા પણ સૌરાષ્ટ્ર માટે રણજી રમ્યા છે. તેમણે ક્રિકેટની પ્રારંભિક તાલીમ તેમના પિતા પાસેથી મેળવી હતી. 2010માં જ તેણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી.

પુજારાના અંગત જીવનની વાત કરીએ તો તેના લગ્નને 8 વર્ષ થવા જઈ રહ્યા છે. તેણે 13 ફેબ્રુઆરી 2013ના રોજ તેની મિત્ર પૂજા પાબરી સાથે લગ્ન કર્યા અને લગ્ન પછીથી તેની કારકિર્દીનો ગ્રાફ ઝડપથી વધ્યો હતો.

તેમના લગ્નના 2 દિવસ પછી 15 ફેબ્રુઆરીએ આ ખેલાડીઓ ભારતીય ટીમમાં જોડાયા અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં જોડાયો. જોકે તે પહેલી મેચ રમ્યો ન હતો.

ચેતેશ્વર પૂજારાએ અત્યાર સુધીમાં 81 ટેસ્ટમાં 6111 રન બનાવ્યા છે, જેમાં 18 સદી, ત્રણ બેવડી સદી અને 28 અર્ધસદીનો સમાવેશ છે. પૂજારાએ ટેસ્ટ કારકિર્દીમાં 3 બેવડી સદી ફટકારી છે.

વર્ષ 2018માં, તેના ઘરે એક નાની પરીનો જન્મ થયો, જેનું નામ તેણે અદિતિ પૂજારા રાખ્યું. પુજારા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની પુત્રીની તસવીરો શેર કરે છે.

આ ચેતેશ્વર પૂજારાનો ક્યૂટ પરિવાર છે. તે હંમેશા મેચમાંથી છૂટ્યા બાદ તેના પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફર્યા પછી પણ તે પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે.