પિતાનું થયું કેન્સરમાં મોત, ઘરની જવાબદારી માથે પડી, અંતે બોલિવૂડનો બની ગયો ખૂંખાર વિલન

મુંબઈઃ બોલીવુડમાં માંજરી આંખોવાળો એક્ટર તેજ સપ્રૂએ ઘણી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવી છે. પછી તે 1989માં આવેલી ફિલ્મ ‘ત્રિદેવ’માં અમરીશ પુરીનાં પુત્ર ગોગાનું પાત્ર હોય અથવા 1994માં આવેલી ‘મોહરા’માં ગુંડા ઈરફાનનું પાત્ર હોય, તેજ સપ્રૂને લોકો તેનાં અભિનયને કારણે આજે પણ ઓળખે છે. 5 એપ્રિલ 1955માં મુંબઈમાં જન્મેલાં તેજ સપ્રૂ સંબંધમાં રેખાનાં બનેવી છે. તે રેખાની સૌથી નાની બહેન ધનલક્ષ્મીનાં પતિ છે. તેજ સપ્રૂ અને ધનલક્ષ્મીના લગ્નની 25મી વર્ષગાંઠે રેખા બંનેની સાથે દેખાઈ હતી.

તેજ સપ્રૂ મુજબ, તેના પિતા ડીકે સપ્રૂ, માતા હેમવતી અને બહેન પ્રીતી સપ્રૂ દરેકનો હિંદી સિનેમાની સાથે સંબંધ છે. એટલા માટે અભિનય તેને વારસામાં મળ્યો છે. જાણીતા ખલનાયક જીવણ તેના કાકા છે. તેજ સપ્રૂને અભિનયમાં નહી પરંતુ ક્રિકેટ-બેડમિંટનમાં રસ હતો.

એક ઈન્ટરવ્યૂમાં તેજ સપ્રૂએ જણાવ્યુ હતુ કે, જ્યારે તે શૂટિંગ પર જતો હતો તો તેનાં મનમાં સ્પોર્ટ્સ જ રહેતું હતુ. એક દિવસ પિતાજીએ કહ્યુ, રવિકાંતને ફિલ્મ સુરક્ષા માટે એક હિરો જોઈએ છે. એક મિથુન છે અને બીજો હિરો મળી રહ્યો નથી. તું જઈને મળી લેજે. પછી હું મારા જીજાજી રાકેશનાથની સાથે તેમને મળવા માટે ગયો હતો. ડાયરેક્ટર મને જોઈને બોલ્યા કે આ જ હશે મારી ફિલ્મનો હિરો. બસ ત્યારથી જ અભિનયની સફર શરૂ થઈ હતી.

એક-બે ફિલ્મોમાં હિરોનો અભિનય કર્યા બાદ મને ખલનાયકની ઓફરો આવવા લાગી હતી. 1979 જૂનમાં ફિલ્મ ‘સુરક્ષા’ રિલીઝ થઈ અને ઓક્ટોબરમાં પિતાની તબિયત બગડવા લાગી હતી. હું પિતાની પાસે રહેવા લાગ્યો હતો. તેમને કેન્સર થયુ હતુ. તેમનું ઓપરેશન થયુ તેઓ ઘરે આવ્યા. અને કહ્યુ, આજે રાત્રે તારી ફિલ્મ જોવા જઈશું. તે દિવસે 20 ઓક્ટોબર હતી. અમે દિવાળી પુજન માટે બહાર ગયા હતા. ઘરે આવ્યા તો પિતાના શ્વાસ બંધ થઈ ગયા હતા.

તેમનાં મોત બાદ ફેમિલીની જવાબદારી મારા ખભા ઉપર આવી ગઈ હતી. તે સમયે પૈસા બહુજ ઓછા મળતા હતા અને પરિવાર બહુ જ મોટો હતો. એટલા માટે મને જે રોલ મળતા હતા, તે કરતો હતો. સૌથી વધારે મને વિલનનાં રોલ જ મળતા હતા. આજે પણ મને એ વાતનો અફસોસ છે કે પિતાજી મારી ફિલ્મ જોઈ શક્યા નહીં.

તેજ સપ્રૂ મુજબ, તેણે અત્યાર સુધી દરેક મુવીમાં એક્શન જાતે કર્યાં છે. પછી તે ત્રણ માળેથી કુદવાનું હોય કે આગમાં કુદવાનું હોય. પરંતુ તેમાં થયુ એવું કે જે લોકો મારી બરાબરનાં હતા, મારે તેમનો પુત્ર બનીને એક્શન કરવી પડી હતી.

પ્રેમ ચોપરા, પરેશ રાવલ, ગુલશન ગ્રોવર મેં આ તમામ કલાકારના પુત્રનો રોલ ભજવ્યો છે. કારણકે તે લોકો સફેદ વાળ લગાવીને ઉભા રહી જતા હતાં, જેથી એક્શન ના કરવી પડે. એટલા માટે મેં હિન્દી ફિલ્મો છોડી દીધી હતી. હવે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી ઘણી મોટી થઈ ગઈ છે.

મને અહીં સારા રોલ મળી રહ્યા છે. હું મારી કરિયરમાં પુરી રીતે ખુશ છું, સૌથી મોટી વાત તો એ છે કે, આ ઈન્ડસ્ટ્રીમાં હું એકમાત્ર એક્ટર છું, જેણે 13 ભાષાઓમાં ફિલ્મો કરી છે. તેજ સપ્રૂએ રેખાની નાની બહેન ધનલક્ષ્મી સાથે લગ્ન કર્યા છે અને તેમને એક આકાંક્ષા નામની પુત્રી છે.

તેજ સ્પ્રૂને બે બહેનો છે એકનું નામ પ્રીતી સપ્રૂ અને બીજીનું નામ રીમા છે. રીમાના લગ્ન પ્રોડ્યૂસર રાકેશનાથની સાથે થયા છે. તેમને એક પુત્ર કરણનાથ છે. જે તેજસપ્રૂનાં ભાણેજ છે. તો પ્રીતીનાં લગ્ન આર્કિટેક્ટ ઉપવન સુદર્શન આહલૂવાલિયાની સાથે થયા છે. તેમને બે જોડિયા પુત્રીઓ રિયા અને રિની છે.