PM નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી સાથે જોવા મળી ‘રામાયણની સીતા’

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન લાગેલું છે. એવામાં બોલીવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝ પર પણ તાળું લાગી ગયું છે. નવી ફિલ્મો અને ટીવી શોઝના અભાવને કારણે જનતા જૂના શોઝને ફરી ટેલિકાસ્ટ કરવાની માગ કરી રહી છે. આથી જ રામાનંદ સાગરના પોપ્યુલર શો રામાયણની દુરદર્શન ચેનલ પર વાપસી થઈ છે.

80ના દાયકાનો શો રામાયણની વાપસી બાદ તેના એક્ટર્સ ફરી ખુબ જ ચર્ચામાં આવ્યા છે. હવે સીતાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ દીપિકા ચિખલિયાની એક ફોટો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. આ ફોટોમાં દીપિકા, પીએમ મોદી અને લાલ કૃષ્ણ અડવાણી સાથે બેસેલી છે.

દીપિકાએ આ ફોટોને પોતાના જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ ફોટો એ સમયનો છે જ્યારે દીપિકા વડોદરાથી ચૂંટણી લડી હતી. તેઓએ ફોટો શેર કરતાં લખ્યું કે એક જૂની તસવીર એ સમયની છે જ્યારે હું વડોદરાની ચૂંટણી લડી હતી. મારી દાબી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠેલા છે, પછી લાલ કૃષ્ણ અડવાણી, હું અને ચૂંટણી ઇન્ચાર્જ નલિન ભટ્ટ.

ઉલ્લેખનીય છે કે જનતાની ડિમાન્ટ પર રામાયણ સીરિયલનું રિટેલિકાસ્ટ કરવામાં આવ્યું છે. આ સીરિયલમાં સીતાનું પાત્ર ભજવી દીપિકા ચિખલિયાને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓળખ મળી હતી. તેની સાથે અરુણ ગોવિલ, દારા સિંહ અને અરવિન્દ ત્રિવેદીએ કામ કર્યું હતું.

રામાનંદ સાગરની આ સીરિયલ માટે દીપિકાએ અનેક ઓડિશન આપ્યા હતા. આ 80ના દાયકાની સૌથી વધુ જોવેયાલી સીરિયલ હતી. આજે ફરી ટેલિકાસ્ટ થયા બાદ પણ આ સીરિયલને ખુબ જ ટીઆરપી મળી રહી છે.